આખરે શાંત પડ્યું યાસ વાવાઝોડું, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે આગામી કેટલાક કલાકોમાં યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, સિક્કિમ, ઝારખંડ, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સાંજ સુધીમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેની હવામાન વિભાગે ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા અને દિલ્હી-એનસીઆરના વિવિધ ભાગોમાં ધૂળની આંધી આવવાની સંભાવના છે. સાથોસાથ હળવો વરસાદ પડવાની શક્યતા છે. પશ્ચિમી પવનને કારણે દિલ્હીમાં ચોમાસું બેસવામાં મોડું થયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે જુલાઈ સુધીમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ચોમાસું પહોંચશે. પરંતુ તે દરમિયાન આ રાજ્યોમાં પ્રિ-મોનસૂન વરસાદ ચાલુ રહેશે. જોકે એ સમયગાળા દરમિયાન આ રાજ્યોમાં તાપમાનમાં પણ વધારો થશે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચેતવણી અપાઈ: ઉત્તરાખંડમાં વરસાદે આફત સર્જી છે. સતત વરસાદને કારણે હરિદ્વાર અને ઋષિકેશમાં પણ ગંગા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આજે અહીં ભારે વરસાદની ચેતવણી આપી છે. જ્યારે હિમાચલમાં પણ આજે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

પ્રાઇવેટ વેધર કંપનીના જણાવ્યા મુજબ આ જગ્યાએ વીજળી સાથે વરસાદ થશે: પ્રાઇવેટ વેધર કંપનીના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે જ્યારે કેરળમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. યુપી, એમપી અને બિહારમાં વરસાદ તીવ્ર બની શકે છે અને વીજળી સાથે વરસાદ પડી શકે છે.

આ વર્ષે ચોમાસાની સીઝન ખૂબ સારી રહેશે: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારતમાં હજુ ઘણા ભાગોમાં ચોમાસું હજુ બાકી છે, પરંતુ દેશમાં 1 થી 20 જૂન વચ્ચે 41 ટકા વધુ વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આ વખતે ચોમાસાની સિઝન ખૂબ સારી રહેવાની છે અને કૃષિ માટે સારા સમાચાર હોવાની આગાહી કરી હતી. આ સમયે જે રીતે વરસાદ આવે છે તે સૂચવે છે કે વરસાદ આ વખતે કોઈને નિરાશ કરશે નહીં.

બંગાળની ખાડીમાં ઉભા થયેલા યાસ વાવાઝોડાએ ભારે તબાહી મચાવ્યા બાદ આખરે શાંત પડ્યું છે. આ વાવાઝોડાને કારણે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર ચાર રાજ્યો અસરગ્રસ્ત થયા છે. ચક્રવાત યાસ ઓરિસ્સામાં પરિસ્થિતિને મોટા પ્રમાણમાં ખરાબ બનાવી હતી. ઓરિસ્સાના બાલાસોરમાં બુધવારે ભારે વરસાદ પડ્યો હતો અને સમુદ્રના પાણી જમીન પર આવી ગયા હતા. ઓડિશાના કિઓંજારમાં પણ એક વ્યક્તિનું ઝાડ નીચે પડવાના કારણે મોત થયું છે. ચક્રવાતને કારણે એનેક સ્થળોએ વૃક્ષો પડી ગયા છે અને કેટલાક મકાનોને નુકસાન થયું છે.

ઓરિસ્સાના બાલાસોરમાં ભૂકંપ બાદ ચક્રવાત યાસે વિનાશની નિશાની છોડી દીધી છે. અહીં દરિયાઈ પાણી ગામડાઓમાં ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત કરવામાં આવી રહી છે. ઓડિશા સરકારે ચક્રવાતથી અસરગ્રસ્ત 128 ગામોના લોકો માટે 7 દિવસની રાહતની જાહેરાત કરી છે. જે મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે તેને વહેલી તકે સમારકામ કરવામાં આવી રહ્યું છે. સાથસાથ અટકી પડેલા વીજ પુરવઠાને પણ ફરી શરૂ કરવાનું કામ થઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપોરમાં વાવાઝોડા યાસને કારણે એક કરોડ લોકોના પ્રભાવિત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા યાસને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે ચક્રવાત યાસે ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેની સીધી અસર રાજ્યના એક કરોડ લોકોને થઈ છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીના જણાવ્યા અનુસાર વાવાઝોડા યાસને કારણે બંગાળમાં લગભગ 3 લાખ મકાનોને નુકસાન થયું છે. વાવાઝોડા યાસને કારણે લગભગ 15 લાખ લોકોને આશ્રય સ્થાનોમાં રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાની અસર ઘણા અંશે ઓછી થઈ ગઈ છે. આ સિવાય ઝારખંડમાં પણ યાસ વાવઝોડાની અસર જોવા મળી છે.

બિહારમાં સતત ભારે વરસાદને કારણે વાવાઝોડા યાસે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કર્યું છે. બિહારના પીપા પુલ અને રસ્તાઓને નુકસાન થયું છે. ઘણા મકાનો પડી ગયા છે. સાત લોકોના મોત થયા છે. નાલંદાના અસ્તાવાનના ચિસ્ટીપુર ગામમાં કેદાર એબાદની 55 વર્ષીય પત્ની અનિતા દેવીનું વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. બેગુસરાયમાં તેઘડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપરા ડોદ્રાજ પંચાયતના એક ગામના મકાનમાં સૂતેલી 71 વર્ષીય ગીતા પાસવાનનું મોત નીપજ્યું હતું જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *